202 હેક્ટરમાં પ્રસરેલ વિક્ટોરિયા પાર્ક એ ભાવનગરનાં સવા છ લાખ જેટલા રહેવાસીઓ માટે ફેફસારૂપ છે, કૃષ્ણકુંજ તળાવ એ ઉત્તર ગોળાર્ધમાંથી આવતા યાયાવર પક્ષીઓ માટેનું આરામગૃહ અને ભોજનાલય છે.
માળાના પ્રકાર
ડેન નેસ્ટ
બાઉલ નેસ્ટ
લોકેટ નેસ્ટ
ફ્લોર નેસ્ટ (તેતર, ટીટોડી)
ફ્લોટિંગ નેસ્ટ (પાણીની સપાટી પર આધાર સાથે)
પક્ષીઓ પણ પોતાના ઘરની સુરક્ષાની દ્રષ્ટીએ અંદાજ લગાવીને માળો બનાવતા હોય છે, નાના પક્ષીઓ કંથાર જેવા કાંટાળા જાળાની પસંદગી કરતા હોય છે, કેમ કે તેનાથી મોટા શિકારી પશુ કે પક્ષીથી બચ્ચાઓને બચાવી શકાય.
Indian Paradise દુધરાજ
દૈયડ
શકરો
કાકડિયો કુંભાર
પતરંગો
દુધરાજ
સ્પોટેડ આઉલેટ (વગડાઉ ચીબરી)
કોમન ફૂટ (ભગતડું)
ડાઈવિંગ ડક
કોર્મોરન્ટ (કાજીયો)
ડાર્ટર (સર્પગ્રિવ)
નાર્ધેન સોવલર (ગણો)
ફળભક્ષી ચામાચીડિયા
ઇગ્રેટ
વ્હાઈટ બ્રેસ્ટેડ વોટર હેન
એશિયન ઓપન બીલ સ્ટોર્ક
ટન (વા બગલી)
કિંગફિશર
પ્રાણીઓના ટેરીટોરિયલ માર્ક
આપણે વિસ્તાર પ્રમાણે સરહદો બનાવીએ તેવી રીતે પ્રાણીઓમાં પણ દરેકનો પોતાનો વિસ્તાર હોય છે જ્યાં તેઓ વસવાટ કરતા હોય છે તો અમુક પ્રવાસી પણ હોય છે. તેઓ કઈંક આ રીતે પોતાનો વિસ્તાર નક્કી કરતા હોય છે.
-એક અથવા એક જ ગૃપના પ્રાણીઓ એક નિશ્ચિત જગ્યાએ પોતાના વિસ્તારમાં હગાર કરે.
-પોતાની એક અલગ પ્રકારની ગંધ છોડે (ફેરામોન્ટ)
-યુરીનલ કરે ચોક્કસ વિસ્તારમાં
-નખથી વૃક્ષો પર નિશાન કરે
-પોતાના અવાજ દ્વારા, કોલિંગ ટેરીટરી (નિશાચર પ્રાણીઓ)
વિવિધ પ્રકારના કરોળિયાઓ જે જાળથી ઓળખાય
સેલર સ્પાઇડર (ઘરમાં જોવા મળે)
ફ્યુનલ વેબ સ્પાઇડર (જમીન પર જાળ બનાવે)
ઓર્બ વેબર (બહુ મજબૂત જાળ બનાવે)
સોશિયલ વેબ સ્પાઇડર
#ઔષધીય વનસ્પતિઓ
વનસ્પતિને પુષ્કળ પાણી નહિ ભેજની જરૂર પડે છે અને જમીન સિવાય જ્યાં જ્યાં મૂળ બની શકે ત્યાં પણ ઉગી નીકળે છે જેને 'હાઇડ્રોસ્પોનિક' કહે છે, પક્ષીઓ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે જ્યાં તેની ચરકથી બીનો ફેલાવો થાય છે અને ઉગી નીકળે છે. ચંદનના બી બુલબુલ ખાઈને ફેલાવો કરે છે.
સાગ, સીસમ, સાલ, ખેર, મહુડો અને ચંદન આ વૃક્ષો શેડ્યુલમાં આવેલા છે જેને 1951 વૃક્ષ છેદન ધારા અંતર્ગત કાપી ના શકાય.
આ ઉપરાંત શહેરમાં આવેલ કોઈ પણ વૃક્ષોને ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટની અનુમતિ સિવાય કાપી ના શકાય. ગામડામાં બાવળ કાપવા માટે પણ સરપંચને જાણ જરૂરી છે. વૃક્ષના લાકડાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા કે વેચવા અર્થે પણ 'વહાતુક પાસ' કઢાવવો ફરજિયાત હોય છે.
આ ઉપરાંત અનેક ઔષધીય વનસ્પતિ બાબતે જાણકારી આપી જે સરળતાથી આપણાં નજીકના વિસ્તારોમાંથી પ્રાપ્ય છે અને તે ઉપચારમાં કામ લાગી શકે છે. જેમકે
મોરિંગો (ગ્લોબલ સુપર ફૂડ)
સરઘવો (શક્તિ પ્રદાન, રોગ હરનાર)
ગળો (અનેક બીમારીઓના ઈલાજ માટે)
ગરમાળો (શીંગનો ગર પેટના ઈલાજ માટે)
હજાર દાણી, ભોંય આમલી (લીવર સારું કરનાર, ભૂખ લાગે)
સાટોડી (કિડનીના ઈલાજ માટે)
કરંજ (દાંતણ, દાંતની મજબૂતી માટે)
કરમદો (આર્યન આપે)
હથેળીયો થોર (હિમોગ્લોબીન માટે)
વાનર પૂંછ (લોહી નીકળે ત્યારે તાત્કાલિક ઉપચાર માટે)
ખાખરો (પાનને ઉકાળી પીવાથી બાળકને પેશાબ આવે, પતરાળા)
કળથી (પથરીના ઈલાજ માટે)
મામેજવો
વિકળો
કંટોલા
વેજંતી માળા (માળા બનાવીને પહેરી શકાય)
બોરસલી
વહાણવટીઓ બોરસલીની પૂજા કરે કેમ કે તે લાકડું ખૂબ જ મજબૂત હોય છે, જે વહાણ બનાવવા કામ લાગે છે અને તે સડતું પણ નથી તેથી તેની પૂજા કરી તેનો વહાણવટીઓ આદર કરે છે.
ઉમરો
કૂવાની નજીકના વિસ્તારમાં વાવવાથી આડા ડારમાં પાણી કૂવા તરફ વાળે છે
ભોરિંગડાના બી
વાડીમાં ધુમાડો કરવાથી પાકમાં રહેલી ઇયળ નીકળી જાય છે.
સારાકા ઇન્ડિકા
શોક હરનાર વૃક્ષ છે જેની નીચે લંકામાં અશોકવાટિકામાં સીતાજી બેઠા હતા.
ગામડાની વિવિધ પ્રકારની ભાજીઓ
બથવો
તાંદળજો
લુણી
વાશેટી (વર્ષાતરી)
કલીમલી
કણેજરો
સરઘવાના ફૂલની
ગુંદાના ફૂલની
ડાંભાની
મેથી
હજુ અન્ય માહિતી અપલોડ થશે.