એ સારી હતી કે પેલી ? એ બંને માંથી મને કઈ ગમી ?
ગમી ? તો શું કામ ગમી ?
તમને વાત કરું અમારી પહેલી મુલાકાતની તો એકને મળવા હું જ્ઞાનમંજરી ગયો હતો. પહેલી વાર મળવા ગયેલો એટલે થોડોક ડર હતો મને કે કેવી મુલાકાત રહેશે પણ હું એને મળ્યો અને બહુ જ મજા આવી મને, એની અમુક વાતો બહુ જ અઘરી હતી. અમે ત્રણેક કલ્લાક સાથે વિતાવેલી અને ક્યારે એ સમય નીકળી ગયો ખબર પણ ના રહી. બીજી સાથે મેં યુનિવર્સિટીમાં જ મુલાકાત કરી, અમે બંને ખાસ્સુ સાથે બેઠા અને ઘણું બધું ઓળખીતું અમારી વાતોમાં નીકળેલું તો મને થોડો વિશ્વાસ બેઠો કે ચાલો આ આપણને અનુકૂળ નીકળ્યા થોડાક.
એક સાથે કીપેડ અને
બીજી સાથે બોલપેનથી વ્યવહાર કર્યો.
મને કીપેડ વાળી વધુ ગમી કેમ કે તેના સાથે હું બહુ ઝડપી અને સરળ વ્યવહાર કરી શક્યો અને એતો સુધારી પણ શક્યો પણ બોલપેન વાળી ને કહ્યા પછી ત્યાં લખ્યા પછી ભૂંસી ના શકાયું કેમ કે હજુ મારા પાસે ઘણું ઘટે છે, આ બોલપેન વાળીએ 16 ની ખોટ ખવરાવી છે. (જો કે વાંક મારો જ).
હવે વાત મુદ્દાની આવી
એને હું ગમ્યો હોઈશ કે નહીં ?
આ સવાલ નો જવાબ પણ અગત્યનો છે
આ સવાલ નો જવાબ પણ અગત્યનો છે
હાલ તો હું તેને ના ગમ્યો.
ઘણું બધું મારા પાસે ઘટે છે. હા તેણે ભલે મને રીજેકટ કર્યો પણ લખી લે હવે હું તારી પાછળ પડવાનો છું.
હવે ભાઈલોગના સમયમાં તમને પામવાના લેવલ વધુ અઘરા થઈ રહ્યા છે પણ ક્યાં જઈશું ?
તમને ગમાડવા તો પડશે જ ને ???
તમને ગમાડવા તો પડશે જ ને ???
અને હા સાંભળો, તમે ગમો છો અને પ્રેમ પણ છે અને સાથે થોડોક સ્વાર્થ પણ છે.
Dedicate to
#NET #GSET #Exam #Result
#106 #136
😜