હું અને મુર્તુજા એટલે એક
ઇમારતમાં મંદિર અને મસ્જિદનું સ્થાન
જેની દીવાલે લખેલું રહિમ અને રામ...
ઉનાળોં ચોમાસામાં બદલાઈ જાય અને
ખબર ના રહે એમ જ કંઈક મળ્યા પછી અમારી પાકકી ભાઈબંધી ક્યારે થઇ ગઈ એ ખબર નહીં. એક બીજાના નામ સિવાય કંઈ જ પૂછેલું નહીં. બંને હૃદયથી વાતો કરવા વાળા ક્યારેય મગજ
વાપરેલું નહીં.
સાદી જિંદગી વિતાવતો મારો
બ્રાન્ડેડ ભાઈબંધ
એટલે મુર્તુજા
મુર્તુજા ભાગ્યે જ સાંભળવા મળતા નામની મેં જ દઈ
નાખેલી... મેં પાડ્યું નવું નામ મુસ્તુ અને મુસ્તુફા...
મુસ્તુફા નામથી માણસોને
એમ થાઈ કે કોઈક ખાં હશે પણ
મારો ભાઈબંધ મુસ્તુ કૈક આવો છે. પાંચ ફૂટ
પૂરો અને પૂરી જેવા ગાલ, ચકળ વકળ
થતી ચબરાટ આંખો, સુકાયેલા નાળિયેર
ના છાલા જેવા સીધા એના કાળા વાળ, પવનની ગમે તેવી ફફડાટી હોય પણ શરૂ એકટીવામાંય પવન કે કોઈ માણસ એના વાળ હલાવી ના શકે હું પણ નહીં બાકી પવન ની દિશા
ને મારી દશા એ બદલાવી નાખે ખરો એ ભૂલ વગરની વાત. ખાલી બહારથી શાંત પણ ચંચળ તો વાત ના કરો સળિયો તો
પુરેપુરો પણ અમુકની સાથે જ, બિઝનેસમેન પૂરો
પણ કોઈની લીટી ભૂંસીને આગળ ના વધે હો....
ભાઈબંધીમાં એની દોસ્તી
પૂરી પઠાણી, અડધી રાત્રે ફોન
કરવાનો ગમે ત્યાંથી મુસ્તુ ક્ષણોમાં હાજર હોય હો. બસ અમે એકબીજાને
ખાલી નામ થી ઓળખતા ક્યારેય મેં એને આગળ પાછળ નથી પૂછ્યું ના એણે મને...
આ નાત-જાત નું ચાલે છે તો
થયું લાવ ને લખવા દે. કેટલાય મંદિર-મસ્જીદ બનાવવા અને નાત-જાતને જાત-ભાતનું કાઢી કાઢીને જગડે છે પણ મારે ને મુસ્તુને કાંઈ જ લેવા દેવા નહીં
એનો મતલબ એ નહીં અમે સાવ નાસ્તિક છીએ
કે અમને કોઈ બાબતે પરવા નથી
પણ
અમે એમ માનીએ કે ઘર ઘરના
બે બાધિને ત્રીજાને શું કામ
મનોરંજન કરાવવાનું ??
બસ કઇંક આવું જ વિચારીને અમે જીવીએ
છીએ.
ઘાત અને આધાત નડે
છે,
રોજ પડે ને જાત
નડે છે.
ચાલ ને સરખે ભાગે વહેંચી લઈએ દોસ્ત,
આપણને જે વાત નડે
છે... (સુરેશ ઝવેરી)