Menu

Showing posts with label ગિરીશ કર્નાડ. Show all posts
Showing posts with label ગિરીશ કર્નાડ. Show all posts

Tuesday, 8 October 2019

ગિરીશ કર્નાડ

ગિરીશ કર્નાડ



        ગિરીશ કર્નાડનો જન્મ ૧૯ મે ૧૯૩૮ માં માથેરાન મહારાષ્ટ્રમાં થયો હતો. મૂળે ગણિતશાસ્ત્રના વિદ્યાર્થી છે પણ ગિરીશ કર્નાડ એવા નાટ્યકાર છે જે કન્નડાની પ્રાદેશિક સીમા વટાવી દેશ-દુનિયામાં પહોંચી ગયા છે. ભાષાનો જાણે ભેદ ભૂંસીને તેમણે નાટક પર કામ કર્યું હોય અને સફળ રહ્યા હોય તેવા આ નાટ્યકાર છે. વિશ્વફલકના નાટ્યકારોની વાત કરીયે તો ભારતમાંથી કોઈ નામ પ્રથમ જીભ પર આવે તેવું નામ એટ્લે ગિરીશ કર્નાડ અને તેઓ નાટયકાર ઉપરાંત કુશળ અભિનેતા અને દિગ્દર્શક પણ છે.

        ગિરીશ કર્નાડનું એક નાટક હયવદન' જેને વેસ્ટ ઝોન યૂથ ફેસ્ટિવલમાં ભજવવા માટે પસંદગી કરાઇ અને તેનું વાંચન પણ કર્યું જોકે તેને છોડીને નાગમંડલ નાટક અમે પ્રસ્તુત કરેલું પણ તેમના અવસાન સમયે થયું કે કાશ આ નાટક કર્યું હોત. આ હયવદન' ૧૯૭૧માં લખાયું. આ નાટકનો આરંભ કર્ણાટકની લોકનાટયશૈલીથી થાય છે. નાટકનું કથાનક વૈતાલ પચ્ચીસી તેમજ તેનો સ્ત્રોત આપણા પ્રસિધ્ધ કથાસરિત્સાગર'ની મસ્તક વિનિમયનીકથામાં છે. આ નાટક અમદાવાદમા ભજવાય ચૂકેલું છે.

ગિરીશ કર્નાડ પાસેથી યયાતિ'(૧૯૬૧), ‘તુઘલક'(૧૯૬૪), ‘હયવદન'(૧૯૭૧), ‘અંજુ મલ્લિગે'(૧૯૭૭), ‘હિટ્ટીનાં હુંજા'(૧૯૮૦), ‘નાગમંડળ’(૧૯૮૮), ‘તાલેડાંડા’(૧૯૯૦), ‘અગ્નિ મટ્ટ માલે' (૧૯૯૫) વગેરે નાટકો ઉપરાંત નિશાદા'(૧૯૬૪) એક રેડિયો નાટક મળે છે.

તેમના નાટકો વિષે વધુ વાતો ફરી ક્યારેક થોડા વધુ વાંચન સાથે કરીશ.