Dhaval Diyora (Drifter)
Zoom_in
Menu
Saturday, 16 October 2021
વન્યજીવ અને વનસ્પતિ પરખની શિબિર
Thursday, 30 July 2020
New Education Policy 2020
નવી શિક્ષણ નીતિ 2020
ભારતીય શિક્ષણ નીતિમાં 34 વર્ષ બાદ નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકવામાં આવી. કેન્દ્રની સરકારે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી છે જે અંતર્ગત શાળા-કોલેજ કક્ષાએ શિક્ષણ પ્રણાલીમાં ઘણા પરિવર્તન આવશે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું (MHRD) નામ બદલીને "શિક્ષણ મંત્રાલય" રાખવામાં આવ્યું છે.
વિડીયો લિંક:- Cabinet briefing by Union Ministers Prakash Javadekar & Ramesh Pokhriyal
NEP 2020: નવી શિક્ષણનીતિમાં અભ્યાસક્રમનું માળખું
નવી શિક્ષણ નીતિ હેઠળ, 10 + 2 નું બંધારણ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યું છે.
-ત્રણ વર્ષ આંગણવાડી/પ્રિ-સ્કુલિંગ સાથે
-બાર વર્ષના શાળાકીય અભ્યાસ સાથે
-5+3+3+4 નો શાળાકીય અભ્યાસ રહેશે...
-રોજગાર લક્ષી શિક્ષણ છઠ્ઠા ધોરણથી શરૂ થશે...
-ધોરણ પાંચ સુધીનો અભ્યાસ માતૃભાષા/પ્રાદેશિક ભાષામાં રહેશે...
શાળાઓમાં કળા, વાણિજ્ય, વિજ્ઞાન પ્રવાહનું કડક પાલન કરવામાં આવશે નહીં, વિદ્યાર્થીઓ હવે ગમે તે અભ્યાસક્રમો લઈ શકશે
બેચલર ડિગ્રીના ફેરફારો
·- વિદ્યાર્થીઓ કોઈ એક કોર્સ વચ્ચે જો બીજો કોર્સ કરવા માંગતા હોય તો પ્રથમ કોર્સમાં એક નિશ્ચિત સમય માટે બ્રેક લઈને કરી શકે છે.
-વિદ્યાર્થીઓનું શિક્ષણ કોઈ કારણસર અધૂરી રહી જાય તો પણ તેમણે મેળવેલી શિક્ષણ સુધીનું પ્રમાણપત્ર તેમને મળશે.
1) એક વર્ષ પછી પ્રમાણપત્ર,
2) બે વર્ષ પછી એડવાન્સ ડિપ્લોમાનું પ્રમાણપત્ર,
3) ત્રણ વર્ષ પછી સ્નાતકની પદવી અને ચાર વર્ષ પછી સંશોધન સાથે સ્નાતકનું પ્રમાણપત્ર તેમને મળશે.
-કેટલાક વ્યવસાયિક પ્રવાહો દાખલા તરીકે શિક્ષકનું શિક્ષણ, ઇજનેરી, દવા અને કાયદો જેમાં અંડરગ્રેજ્યુએટ ડિગ્રી માટે ચાર વર્ષનો સમયગાળો અથવા તેનાથી વધુ હોઈ શકે છે.
-સંસ્થાઓ પાસે માસ્ટર પ્રોગ્રામ્સની
વિવિધ ડિઝાઇન્સ ઓફર કરવાની રાહત હશે, દા.ત., 3 વર્ષના
અંડરગ્રેજયુએટ પ્રોગ્રામ પૂર્ણ કરનારા લોકો માટે, બીજા વર્ષે
સંપૂર્ણ સંશોધન માટે સમર્પિત બે વર્ષ નો પ્રોગ્રામ હોઈ શકે છે; ત્યાં
એક સંકલિત પાંચ વર્ષના માસ્ટર પ્રોગ્રામ હોઈ શકે છે; અને સન્માન સાથે
4-વર્ષની અંડરગ્રેજ્યુએટ ડિગ્રી પૂર્ણ કરતા વિદ્યાર્થીઓ માટે એક વર્ષનો માસ્ટર
પ્રોગ્રામ હોઈ શકે છે.
-પીએચડીની ડિગ્રી હાંસલ કરવા માટે
માસ્ટર્સ ડિગ્રી અથવા સન્માન સાથે 4-વર્ષની અંડરગ્રેજ્યુએટ ડિગ્રીની જરૂર પડશે.
એમ.ફિલ. કાર્યક્રમ બંધ કરવામાં આવશે.
સંશોધન કરવા માટે વિદ્યાર્થીઓને ખાસ નવી તકો મળી રહેવાની સાહેબ કેમકે રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશનની (એનઆરએફ) સ્થાપના કરવામાં આવશે જે સંશોધન અને નવીનતા ને પ્રોત્સાહન આપશે...
આ નવી શિક્ષણ નીતિમાં સંગીત, દર્શન, કલા, નૃત્ય, થિયેટર, ઉચ્ચ સંસ્થાઓના શિક્ષણ અભ્યાસક્રમોનો સમાવેશ કરવામાં આવશે.
NEP 2020: રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન (NRF) ની સ્થાપના
આ નિર્ણય વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વનો સાબિત થશે તેવું કહી શકાય. રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન (NRF) ની સ્થાપના કરવામાં આવશે જેમાં એનઆરએફનું મહત્ત્વનું લક્ષ્ય યુનિવર્સિટીઓ દ્વારા સંશોધનની સંસ્કૃતિને સક્ષમ બનાવવાનું છે. એનઆરએફનું સંચાલન, સ્વતંત્ર રીતે, સરકાર દ્વારા કરવામાં આવશે, જેમાં બોર્ડ ઓફ ગવર્નર્સ દ્વારા ખૂબ જ શ્રેષ્ઠ સંશોધનકારો અને ક્ષેત્રોમાં નવીનતાઓ લાવનારનો સમાવેશ કરવામાં આવશે એટલે હવે વિદ્યાર્થીઓમાં સંશોધનની પ્રવુત્તિઓ વધશે અને રુચિ પણ કેળવાશે.
NEP 2020: મલ્ટીપલ એન્ટ્રી અને એક્ઝિટ પ્રોગ્રામ
"અમારું લક્ષ્ય 2035 સુધીમાં 50% કુલ નોંધણી રેશિયો છે. મધ્યમાં અભ્યાસક્રમ છોડવાની ઇચ્છા ધરાવતા લોકો માટે બહુવિધ પ્રવેશ અને બહાર નીકળવાના વિકલ્પો હશે. તેમના ક્રેડિટ્સને એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે."
-અમિત ખરે
(શિક્ષણ મંત્રાલયના સેક્રેટરી)
માળખાકીય ફેરફારો
"આ શિક્ષણ નીતિ ઘણા ફેરફારો સાથે આવી છે. આ ફેરફારોમાં, સૌ પ્રથમ સંસ્થાકીય માળખાને ઉચ્ચ શિક્ષણમાં બદલવાનું કહેવામાં આવ્યું છે. જો આપણે યુનિવર્સિટી વિશે વાત કરીશું, તો તેને અલગ કરવાનું કહેવામાં આવ્યું છે, જેમ કે, સામાન્ય શિક્ષા, સંશોધન અને શિક્ષકોની તાલીમ અલગ હશે."
- પ્રો.ગિરીશ્વર મિશ્રા
(દિલ્હી યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના ભૂતપૂર્વ પ્રમુખ અને મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય હિન્દી યુનિવર્સિટી વર્ધા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ કુલપતિ)
ભારત કેન્દ્રિત શિક્ષણ
"જ્યાં સુધી મેં આ નીતિનો અભ્યાસ કર્યો છે, તે પરથી સ્પષ્ટ દેખાય છે કે, પુરી રીતે સંરચના ઉપર વિચાર કરવામાં આવ્યો છે. આમા સંસ્થાને એક સ્ટ્રક્ચર પર લાવવાનો પ્રયાસ કરાયો છે. શિક્ષાનિતીમાં એક વાત કહેવામાં આવી છે કે તેને ભારત કેન્દ્રિત બનાવવામાં આવશે. એટલે કે, સંસ્કૃતના અધ્યયન ઉપર ભાર મૂકવો જોઈએ જેથી વિદ્યાર્થીઓ ભારતની સંસ્કૃતિને સમજી શકે અને તેનો લાભ લઈ શકે. આ ઉપરાંત, એ પણ ધ્યાન આપ્યું છે કે શિક્ષણને માત્ર મગજ જ નહીં, પણ શરીર અને મનની જરૂરિયાતો પૂરી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે."
-ડૉ. મિશ્રા
શિક્ષકની તાલીમ પર ભાર
નવી શિક્ષણ નીતિમાં શિક્ષકોની તાલીમ બદલવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આમાં, શાળાના શિક્ષકોથી ઉચ્ચ શિક્ષણ સુધી સારા શિક્ષકો રાખવા માટેના તાલીમ કાર્યક્રમો અને પદ્ધતિઓમાં ફેરફાર કરવાની ભલામણ કરવામાં આવી અને શિક્ષક તાલીમ આપવા પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે.
ટેક્નોલોજી આધારિત શિક્ષણ
નવી શિક્ષણ નીતિમાં ત્રીજો ફેરફાર સૂચવવામાં આવ્યો તે ટેકનોલોજીને આગળ વધારવાનો. ઓનલાઇન શિક્ષણ પર ભાર મૂકવાનું કહેવામાં આવ્યું છે. ઉપરાંત શિક્ષણમાં ટેકનોલોજી ઉમેરવાની પણ વાત કરાઇ.
બાળકોનો ભાર ઓછો કરવો
બાળકોના અભ્યાસના ભારને કેવી રીતે સંતુલિત કરવો તે બાબતે નોંધ લેવામાં આવી અને બીજી વાત એ કે શિક્ષણ ક્ષેત્રે માનસિક સ્વાસ્થ્ય એક મોટી સમસ્યા બની રહ્યું છે તો બાળકોમાં કેવી રીતે સ્પર્ધા અને સામાજિક મીડિયાના પ્રભાવને કેવી રીતે વ્યવસ્થિત કરવા જોઈએ તેના પર પણ વિચારણા કરી યોગ્ય પગલાઓ લેવાશે.
નવી શિક્ષણ નીતિમાં મનુષ્યની બધી બૌદ્ધિક, સામાજિક, શારીરિક, ભાવનાત્મક અને નૈતિક ક્ષમતાનો સંકલિત રીતે વિકાસ કરવાનો લક્ષ્ય બની રહેશે. હવે આવનારા સમયમાં 34 વર્ષ બાદ આવેલો શિક્ષણ નીતિનો નવો બદલાવ શું સુધારા લાવશે તેને લઈને ફરી મળીશું, આ બદલાવ વિદ્યાર્થીઓને રુચિ પ્રમાણે વિષયની પસંદગી કરી પોતાના કૌશલ્ય મનગમતા વિષયોમાં અને વિવિધ ક્ષેત્રમાં તેમને નિપુણતા મળશે તે મારૂ માનવું છે...
સંદર્ભ:
MHRD https://mhrd.gov.in
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આલેખ 2019
ગુજરાત સમાચાર
Sunday, 22 March 2020
Corona Lockdown
Sunday, 8 March 2020
Electronic Media and Posts
Advantages of Electronic Media
Television:
Head posts: These posts are the most important posts of news channels. They are like backbone because they have to manage every task of the show. Which program and which person will speak in the debate, which news has to cover and all the things they distribute and then they work.