Menu

Friday, 27 December 2019

એક મુલાકાત પાકિસ્તાનના બે બાળક સાથે


એક મુલાકાત પાકિસ્તાનના બે બાળકો સાથે



पंछी नदिया पवन के झोंके, कोई सरहद ना इन्हें रोके
सरहद इंसानों के लिए है
सोचो तुमने और मैंने क्या पाया इंसान होके ।


આ સરહદના સીમાડા મટી શકે ખરા ???

હા

થઈ શકે... સારું શિક્ષણ અને કલા ગમે ત્યાંથી શક્ય છે.


કાલે જ અરવિંદ અડીગાની નોવેલ "વ્હાઇટ ટાઇગર" સાથે અભ્યાસમાં ચર્ચાઓ કરવામાં આવી હતી. જૂના સમયમાં નેશનલ રોડ ની નજીક આવેલા ગામડાઓ ઝડપી વિકાસ કરતાં (વિચારોમાં પણ) જ્યારે અંદરખાને આવેલા ગામડાઓને વિકસતા વાર લાગતી.

પણ

હાલની વાત કરીએ તો ઈન્ટરનેટ થકી બધું જ શક્ય બની રહ્યું છે, ખૂણામાંથી ખૂણે ખૂણે સોશીયલ મીડિયા થકી બધું ઝડપે પહોંચી રહ્યું છે.




થોડા સમય પહેલા જ પાકિસ્તાનના ફૈસલાબાદ ની શાળામાં અભ્યાસ કરી રહેલા બે બાળકો આદમ અબ્બાસ અને નુમન હૈદરનો શાળામાં ગીત (मेरा ये भ्रम था, मेरे पास तुम हो) ગાય રહ્યા હોય તે વિડિયો વાયરલ થયો જે ખૂબ જ ઝડપી ટ્રેડિંગ માં આવી ગયેલ જે સોશીયલ મિડ્યાની શક્તિને સમર્થન કરે છે.


નુમન હૈદર અને આદમ અબ્બાસ  




કોની અતિ મહત્વની ભૂમિકા ???

સૈયદ સુલેમાન હૈદર સાહેબ દ્વારા શૂટ કરવામાં આવેલ વિડિયો સુપરહિટ સાબિત થઈને વાયરલ થયો તે શિક્ષકની સમય સાથે ની બદલાતી સિસ્ટમને સ્વીકારવાની સમજણ સાબિત કરે છે. કૌશલ્ય તો છે અને બાળકોના પિતાએ પણ તાલીમ આપી પણ તેને બહાર લાવવાની કળા અને પ્રસ્તુતિ માટેનું મંચ ક્યું શ્રેષ્ઠ રહેશે તે શિક્ષકે બાળકોને આપી જેના થકી તે હાલ લાઇમલાઇટમાં આવી ગયા છે.


શું ભારતની સારી વાતો પાકિસ્તાનમાં થતી હોય ?

અમુક લોકો એવું વિચારતા હોય કે પાકિસ્તાનમાં ભારતની વાતો ખરાબ જ થતી હશે પણ શાળામાં આ બાળકો ભારતના ગીત પણ ગાતા હોવાની વાત કરે છે. એનો મતલબ એ કે શાળામાંથી એમને ના નથી પાડવામાં આવતી કે ભારતના ગીતો ના ગાવા એટલે કે શીખવા માટે શ્રેષ્ઠ જે કઈ પણ અને જ્યાંથી પણ મળે તે આપવું જરૂરી છે. બાળકોનું પરિવાર એટલું શ્રીમંત નથી કે તેના માટે ગીત રેકોર્ડ કરવી શકે પણ જે કઈ થઈ શકે તેનાથી કેવી રીતે મદદ મેળવી અને આપી પણ શકાય તે શિક્ષકે સાબિત કર્યું. 


(ઇન્ટરવ્યૂ સમય : 13: 45 to 13:51)




આદમ અબ્બાસ (પિતાનું નામ- મહંમદ આઝમ)


આદમ અબ્બાસ 10 વર્ષનો છે અને બીજા ધોરણ માં અભ્યાસ કરી રહ્યો છે. મોટો થઈને સારો માણસ અને સિંગર બનવા માંગે છે.


નુમન હૈદર (પિતાનું નામ- મહમંદ ઝફર)

નુમન હૈદર ચાર વર્ષનો હતો ત્યારથી ગીતો સાંભળે છે અને તેમના પિતા તેમને ભૂલો દેખાડી શીખવે છે.

"बड़े हो कर आप बड़े बन सकते हो पर

आप छोटे हो कर भी बड़े बन सके हो।"

-नुमन हैदर

આ શબ્દો ઈન્ટરનેટ થકી સાર્થક થવા લાગ્યા છે.



શિક્ષક એટ્લે કે પબ્લિક ફિગર


(प्रलय और निर्माण जिनकी गोद मे पलते है)


આ બાળકોના પિતા એટલા સધ્ધર પરિવારમાંથી નથી પણ તેમની સાર સંભાળ સારી રીતે રાખે છે, તેના બાળકો પ્રવાસમાં હોય ત્યારે તેને અમુક વસ્તું ખાવાની ના પાડેલી તો તે જ્યારે ખાય ત્યારે તેના શિક્ષક તેને ટપલી મારીને અટકાવતા કે તારા પપ્પાએ આ ખાવાની ના પાડી છે.

શિક્ષક પણ સૈનિકની જેમ જ 24 કલ્લાક અને 365 દિવસ ડયૂટી પર હોય છે. ઘણી વાર એવું લાગે કે શિક્ષકની લાઇફ એ પ્રાઇવેટ નહીં પણ પબ્લિક ફિગર તરીકે વધુ જરૂરી હોય છે કેમ કે તેને જોઈને બાળકો તેમનું અનુકરણ કરતા હોય છે અને શું શીખવું અને શું બનવું તે ત્યાંથી જ તેમના માનસમાં અસર કરતું હોય છે. બાળકના આઇડલ વ્યક્તિત્વ કોણ છે તેના પર તેની પસંદ અને ભવિષ્ય ઓળખી શકાય.


મને યાદ છે 2 વર્ષ પહેલાં એક સમાચાર કરવા જતા સમયે મારા સાહેબ દેવેન્દ્ર ત્રિવેદીને મેં કોલ કરીને કહ્યું કે આપ્રકારના સમાચાર કરવા જાઉં છું તો શું અને કેવી રીતે કરું ?

તો તેમણે કહેલું કે: "તને શીખવાડ્યું છે તેની સાથે જે તને સૂઝ પડેને એ પ્રમાણે તું કામ કરજે". જે સ્ટોરી મે બનાવેલ તેના મિલિયન થી વધુ વ્યું થયા અને અનેક પેજ પર એ શેર કરવામાં આવી પછી તેનું મહત્વ સમજાયું અને આજે જ મે એ જોયું જેનો સ્ક્રીન શોટ અહીંયા મૂકું છું.




સોશીયલ મીડિયા એ તમને બધું આપી શકે

તમારે શું આપવું છે

અને શું લેવું છે ?

તે તમારા પર આધાર રાખે છે.



મને ગર્વ છે કે મેં દેવેન્દ્ર ત્રિવેદી, દિલિપ બારડ, મહેન્દ્રસિંહ પરમાર, શક્તિસિંહ અને મારા પપ્પા પાસે અભ્યાસ કર્યો છે. 

पंछी नदिया पवन के झोंकेकोई सरहद ना इन्हें रोके

सरहद इंसानों के लिए है

सोचो तुमने और मैंने क्या पाया इंसान होके ।


Refrence:
92 News (સુબહ એ નુર, સુબહ સર્વે)
City 41 માંથી મળતી વિગતો પ્રમાણે...
https://youtu.be/krpEafMRB-A
https://youtu.be/QMxs_oi1yac

Wednesday, 18 December 2019

ગાંધીજી અને ભાવનગર


ગાંધીજી અને ભાવનગર


અભ્યાસ 

મહાત્મા ગાંધીજીએ શામળદાસ કોલેજમાં 1888માં એક સત્ર અભ્યાસ કર્યો. સહાધ્યાયી તરીકે જનાર્દન વીરભદ્ર પાઠકનું તે બાબતે સમર્થન છે. બીજા સહાધ્યાયી તરીકે પરમાણંદ ઠક્કરના પુત્ર કપિલ ઠક્કર તે બાબતને ટેકો આપે છે.

માજીરાજ ગર્લ્સ હાઇસ્કુલ ની પાછળનો એક ઓરડો છે જે જગ્યાએ અભ્યાસ કરતા હોવાનું મનાય છે.




રહેઠાણ 

જશોનાથ મંદિર છે ત્યાં જૂના સમયમાં રહેણાક વિસ્તાર હતો જ્યાં વિદ્યાર્થીઓને રહેવા મળતું ત્યાં ઝવેરચંદ મેઘાણી પણ રહેતા તે પ્રમાણે ત્યાં ગાંધીજી એ સમયે ત્યાં રહેતા હોય તેવું માની શકાય.


મહેલમાં ફરતા ચીત્તા સાથેનો પ્રસંગ

ગાંધીજી 1988 ના અભ્યાસકાળ બાદ 1915 માં ગોખલે મેમોરિયલ ફંડ માટે ભાવનગર આવેલા.તે પ્રભાશંકર પટ્ટણીના સારા મિત્ર હતા તેથી ભાવનગર માટે ખાસ પ્રકારનો સદભાવ ધરાવતા. જ્યારે તે ભાવસિંહજી ને મળવા નિલમબાગ પેલેસ ગયા ત્યારે ભાવસિંહજી એ ચિત્તા શિકારના શોખમાં કેળવેલા કે જે મહેલમાં છુટ્ટા ફરતા. ગાંધીજી પ્રવેશ્યા ત્યારે ચિત્તાએ હુંકાર પણ કરેલો પણ ગાંધીજી નીડર રહી ખંડમાં દાખલ થયેલા.


ભાવસિંહજીએ મહારાણી નંદકુંવરબા ને ઓળખાણ આપી ત્યારે ગાંધીજીએ કહ્યું કે હું ભાવનગરમાં રાજકીય નેતા તરીકે નહી પણ મારા ફઈના ઘરે આવ્યો છું.


વિશેષમાં તેમણે એમ પણ કહેલુ કે


"હું તો દક્ષિણ આફ્રિકામાં અહિંસા અહિંસા એમ ફૂટી રહ્યો હતો પરંતુ ભાવનગરના રાજવી ભાવસિંહજીએ તો હિંસક ચિત્તાને અહિંસક કરી મુક્યા છે એ જોઈને મારી છાતી ગજ ગજ ફૂલે છે.હું આજે એક નવો પાઠ શીખ્યો."


રાજપરિવાર સાથેના સબંધો 


1925 ના જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં કાઠિયાવાડ રાજકીય પરિષદના પ્રમુખ તરીકે ગાંધીજી ભાવનગર આવેલા અને અઠવાડિયું રોકાયેલા.

તે સમયે પ્રભાશંકર પટ્ટણીએ બાળમહારાજ કૃષ્ણકુમારસિંહજીને ગાંધીજીને મળવા જવા માટે મુલાકાત ગોઠવી ગાંધીજીને સમય પૂછ્યો તો ગાંધીજીએ કહ્યું કે હું શામળદાસ કોલેજ નો વિદ્યાર્થી હતો એટલે ભાવનગરનો પ્રજાજન કહેવાઉં અને ભલે બાળક હોય પણ તે મહારાજ છે તે સામે ચાલીને મળવા આવે તો તે નર્યો અવિવેક ગણાય એટલે હું મુલાકાતે આવીશ. ગાંધીજી જેવા મોટા દેશનેતા તેમને સામે ચાલીને મળવા આવ્યા તે બાબત મહારાજ સાહેબને પણ સદૈવ સ્મરણમાં યાદો બની ગઈ.


ગાંધીજી પાંચેક વખત ભાવનગર માં આવેલા.


17 ડિસેમ્બર 1947 મહાત્મા ગાંધીજીને રૂબરૂ મળી તેમના ચરણમાં રાજ્ય અર્પિત કર્યું.

સંદર્ભ

(પ્રજાવત્સલ રાજવી બુક જે ગંભીરસિંહજી ગોહિલ દ્વારા લખાયેલી તેમાં  બાબતોનો ઉલ્લેખ)

ભૂજિયો ગઢ

ભૂજિયો ગઢ 


એકલા જઈને ગુજરાતના એ અડીખમ ગઢના દરવાજા ખખડાવાનું મન થયેલું તો ચાલો વાત કહું તમને આ ગઢની.


પવનની થપાટો સામે લડી રહેલો ભુજનો અડીખમ ભુજીયો ગઢ મુખ્ય ૬ યુદ્ધનો સાક્ષી છે. ભુજીયા ગઢને જોઈએ એટલે જાજરમાન ભૂતકાળ આંખ સામે ઉભો થઇ આવે. ભુજીયા ગઢના નામ પાછળ એક દંતકથા છે  નાગ લોકોની (ભુજંગ) પણ એ પછી ક્યારેક.



[ઈતિહાસ]

અંદાજે ૧૭૦૦ થી ૧૮૦૦ની સાલમાં કચ્છના શાસકોએ (જાડેજા) સિંધના (કેસરખાન) અને મોગલ શાસકોના (બુલંદખાન) આક્રમણ સામે પ્રજાજનો અને પરિવારને સુરક્ષા આપવા અને યુદ્ધમાં દુશ્મનોની પરિસ્થિતિ જાણી પ્રહારથી બચીને આક્રમણ કરવા આ ગઢ બાંધેલો સાથે સાથે તેમાં પ્રજાજનો સુવિધા સાથે સુરક્ષિત પણ રહે.

બ્રિટિશ શાસન આવ્યું ત્યારે કિલ્લો અંગ્રેજોના કબજામાં ગયો ત્યારબાદ આઝાદી પછી ભારતીય સેના એ ત્યાં કબ્જો લઇ લશ્કરી ઉપયોગ કર્યો પરંતુ હવે ખંડેર જેવી હાલતમાં પોતાના ઇતિહાસને સાચવીને ટકી રહ્યો છે.

2001ના ભૂકંપની હોનારત બાદ હવે કિલ્લાની બહાર દૂર દૂર શહેર વિકસી રહ્યું છે. કિલ્લામાં કેટલાક જૂના બાંધકામના અવશેષો વજૂદ આપવા ટકી રહ્યા છે. 




[બાંધકામ]

-ભુજિયો ડુંગર ૧૬૦ મીટર ઉંચાઇ ધરાવે છે.
-કિલ્લાનું બાંધકામ જોઈએ તો મુખ્ય બે દરવાજામાંથી અંદર પ્રવેશ કરી શકાય.
-સુરક્ષિત દરવાજાઓ લોખંડી શુળ સાથેના જેની ચારે બાજુથી દુશ્મન પર વાર કરી શકાઈ તેવું આયોજન.
-ગઢમાં શસ્ત્ર-સરંજામ માટે અલગ વ્યવસ્થા.
-ગઢ ઉપર સૈનિકોની બેઠક એવી કે સુરક્ષા સાથે દુશ્મનને જોઈને પ્રહાર કરી શકે.
-અંદરના ભાગે પાણી માટે કુવા પણ બનાવેલ જોવા મળે છે.
-આ ખુબ ઉંચી દીવાલો છે, જે વોલ ઓફ ચાઈનાની યાદ અપાવે છે.





[હાલની પરિસ્થિતિ]

-૨૦૦૧ની સાલમાં આવેલા ભૂકંપે આ કિલ્લાને અમુક અંશે નુકસાની પહોચાડી છે.
-ભુજીયા ડુંગરને 1965ના યુદ્ધ બાદ શસ્ત્રાગાર બનાવેલો જે હાલ ભારતીય આર્મીના કબજામાંથી મુક્ત છે.
-ભુજીયા ડુંગરને પર્યટન સ્થળ બનાવવા સરકાર સુવિધાઓ વિકસાવી રહી છે.
->કિલ્લાની દીવાલો અને વનસંપદાઓ વિનાશ તરફ વળી રહી છે.
->હાલ તો નધણીયાત જેવી પરિસ્થિતિ મને ભુજીયા ગઢની લાગી.





[વફાદારી]

વર્ષો જુના ગઢના દરવાજાનું લાકડું અને લોઢું એ હજુ પણ પોતાની વફાદારી દેખાડી રહ્યું છે. વાર્તાઓમાં બાળપણમાં સાંભળેલા શુળ વાળા દરવાજા જોઈએ અને જ્યારે તેને અડિયે એટલે ક્યાંક અચાનક એ લઈને જતાં રહે એના સમયનો અહેસાસ કરાવવા. આ ગઢના દરવાજા પરના આ શૂળે દુશ્મનોના ઘાતક પ્રહારો જીલેલા છે. ગઢનો દરવાજો જાજરમાન ભૂતકાળનું દર્શન કરાવે છે.





[ પ્રથમ પ્રવેશદ્વાર ]

ગઢમાં પ્રવેશ કરતા પહેલા આ દરવાજામાંથી પ્રવેશ મળે હાલ તેનો પ્રવેશદ્વાર દ્વારપાળ વગર સુનો ભાસે. જ્યારે  કિલ્લાના દ્વારને મળીયે તો એમ થાય કે કેમ કોઈ રોકવા કે પૂછવા વાળું નથી.





[ દ્વિતીય પ્રવેશદ્વાર ]

ચારે બાજુઓથી આક્રમણ થતા હોય તેવી પરિસ્થિતિમાં દુશ્મનોને આ દ્વિતીય પ્રવેશદ્વારના શૂળને સહીને દરવાજો તોડી અંદર પ્રવેશી શકાય બાકી દીવાલો એટલી ઊંચી કે અંદર જવું આકરું પડે. 6 યુદ્ધો જોનાર આ ગઢના દરવાજા હજુય ટક્કર આપી શકે તે મજબૂતાઇ એ લાકડામાં છે.

સુરક્ષાની દૃષ્ટિએ દરેક શંકાઓના સમાધાન કરીને બાંધકામ કર્યું હોયને એવું બાંધકામ જોવા મળે.





[ભુજીયા ગઢના ભોમિયા]

આખાય ગઢમાં હું એકલો જ રખડતો હતો ત્યાં 5 મારી જેવી ભામ મળી ગઈ કસમથી બોસ આ ભામ એ મારી જેમ ભાવનગર જીલ્લાની જ હતી.

નબળી પરિસ્થિતિ પેટિયું રળી ખાવા આ ટેણીયાઓને ભુજ લાવી છે પણ એનું કહેવું છે પૈસાવાળા રખડી શકે પણ વગરનાય વધુ રખડી શકે.





[ ઈદ્રીશભાઈ ગોપાલક ]

ઇદ્રીશભાઈ: સોરા પાણીની એક જ બોટલ ખણી લાવ્યો ???
હું: હા ભાઈ કેમ ?
ઇદ્રીશભાઈ: કઈ નૈ આહ્યલુ માથે જઈ હકાહે,,,પાસો આવ્ય તારે ખબર તને...

હું અડધે ચડ્યો ત્યાં જ મારી પાણી ની બોટલ ખૂટી ગઈ ત્યારે ખબર પડી કે પાણીની 5 બોટલ લાવવાની જરૂર હતી.

જોકે નીચે જઈને ઈદ્રીશભાઈએ કરેલી પાણીની વ્યવસ્થા ક્યારેય નહિ ભુલાઈ શણના કપડામાં વીંટેલા પાણીથી નીતરતા વાદળી કલરના ડબલાનું પાણી વગર ઓર્ડરે કોફી કાફેમાં આવતા પાણી કરતા સારું લાગ્યું.



( કેવી રીતે પહોંચી શકાય)

ગુજરાતના કચ્છ જીલ્લાનું મહત્વનું શહેર ભુજ

અમદાવાદથી ભુજ 330 km. દૂર છે.  અમદાવાદથી ભુજ સરકારી અને ખાનગી બસ મારફતે પહોંચી શકાય.

મુંબઈ, અમદાવાદથી રેલવે દ્વારા પણ ભુજ પહોંચી શકાય.

ભુજ શહેર બહાર થોડે દૂર 3 કિલોમીટરનો રસ્તો કાપી ભુજીયા ગઢ પહોંચવા માટે ભુજ બસ સ્ટેશનથી પ્રાઇવેટ વાહન કરીને જઈ શકાય.

ખાસ નોંધ: પાણી અને નાસ્તો સાથે રાખવો😅

તો હરો, ફરો, જાણો, માણો અને મજા કરો 🤟🏻

ચાલો ત્યારે ફરી મળીશું 
નવી જગ્યા, નવા અનુભવ સાથે☺️


સંદર્ભ:
અખબાર અને સ્થાનિક લોકો સાથેની વાતચીત પરથી મેળવેલ માહિતી.


Tuesday, 17 December 2019

Language Lab Review


Language Lab Review


Language lab’ software is developed by Globarena Software Solution. It includes LSRW (listening, speaking, reading, and writing) skills and many other learning tools to learn the English language.

1.     Listening skill development
2.     Speaking skill
3.     Reading comprehension
4.     Writing skill development
5.     Phonetics, etc

As a part of studying language, we need to improve many things and which are the mistakes that we can find and do correct through this Language Lab software. We have discussed many things in class, here my point of view about both Pc and Mobile Language Lab.


Five advantages of language learning software




1) To learn the English language for academic purposes or if anybody wants to go abroad then  English Lab software will help them for listening and speaking practice to pass the IELTS exam. You can develop reading and writing skills through Language Lab and you have a chance to do a good score on exams.

2) It describes all the basic things in detail about language grammar and all for learning and then you can give the test anytime and you can check your answer quickly.

3) We can improve grammar and all the things with the help of various tools.

4) I think the first time you need someone, to describe how to do all the things then you not need anyone, because it provides all the information and formation about language learning, how to do, what to do, etc...

5) We can improve our listening ability, speaking style (on which word we have to put stress, etc...) Another benefit is that they gave highlighted structure and a few important lines with different colors so we get ideas.

 Phonetics and analysis 


Test and Results at a time



Five disadvantages of language learning software:

1) In the group, only 2 or 3 persons get a chance to learn, you should learn fastly with all, all not gate chance to give taste at a time so you need your own pc, (for particular learning NAMO is best, but not good as much this software)

2) I was facing problem to match my speaking style with the conversation analysis, it was not accurate like that, maybe we need good mice to record our sound and to check our voice.

3) Some doubt you cannot solve through the software if any facilities are there then good but I don't know about that.

4) I think it is costly, that's why only in one pc it was installed in lab.



Five things can be learnt from this lang lab program:


1) I have improved my LSWR skills through this software. 

2) Spelling correction task was good, I failed in a few spells because it seems similar all.

3) I got an idea, where I am weak in language and which things I need to improve.

4) It breaks boasting, that everyone knows correct English but in the test, we get an idea about our capacity.

5) It provides Rules, Regulations, and Results at a time.


Give five new words you learnt while reviewing the software:

Foible, idyll, debonair, camellia, balmy, aisle, and many words I learn from this software.


Compare mobile app language lab with language lab programme in DELL. Write at least 3 points on 'similarities' and 3 points on 'dissimilarity'. Also write about the 'user-friendliness' of both platforms. You can also philosophise the advantage one has over the other and vice-versa.





Namo e-Tab review



How to join Language Lab in Namo e-Tab



1)The first thing is that hard to find a language learning program in Mobile software.

2) The mobile language app is different, you cannot analyze your pronunciation in mobile. 

3) PC through we can give a test and we can check the particular question and answer in a single screen, in a mobile app it is hard.


 Extra Reading and various zone and games
to learning with fun





1) They are providing many new things like Games, magazines, Stories, Video and Audio zone to learn with fun.

2) This mobile app gives many other courses and sources for learning online like face to face learning.

3) The mobile app gives a Transcript with audios for listening if anybody not able to understand so it is good for learners.


Language Lab software is very useful for learning or improve English language, Namo e-Tab Mobile app providing many other sources and Pc software gives an analysis and many other features so both are good but 
we need passion to learn.

Monday, 16 December 2019

Journalism and Mass Communication, News Channel's Posts.

Mardani 2

MARDANI 2



Directed and written by Gopi Puthran
Produced by: Aditya Chopra

Two Main Characters
·       Rani Mukerji as Shivani Shivaji Roy IPS (Protagonist)
·       Vishal Jethwa as Sunny (Antagonist)

Settings : Kota, Rajsthan
कहानी कुछ ऐसी है जिसमे एक सन्नी नाम से किरदार निभाने वाला खलनायक लड्कीओ को बेरहमी से पीट पीट कर तड़पा कर मार देता है और अपनी हवस को पूरा करता है। एक और बात की वो साथ मे उसका ईगो हर्ट होता है तब एस.पी. शिवानी शिवाजी रॉय चुनौती देता रहेता है। फिल्म का अंत आप पर छोड़ रहा हूँ। 
केमेरा वर्क
कुछ द्रुश्य है जो शिवानी की नजर से फिल्मांकन किए गए है, बलात्कार एवं हत्या और ट्रेन की पटरी मे लाश को फेंकना और वो दिखाने के बदले समोसे मे सॉस का निकालना और खाना जैसे द्रुश्य कंपा सकते है। बाकी सामान्य फिल्मांकन दिखता है।
अभिनय
सन्नी (विशाल जेठवा Vishal Jethwa)


मेरठ (Uttar Pradesh) से आया लड़का जो 18 से 20 साल का होगा जो कोटा पुलिस को मात दे रहा है, मेरठ की नहीं पर राजस्थानी भाषा बोलता है और हर नयी घटना मे बुद्धि से कुछ न कुछ बदलाव करता रहेता है,
(अपाहिज, ड्रायवर, चायवाला गूंगा, स्त्रीवेश, बुरखाधारी)
सन्नी के किरदार निभाने वाले ने अच्छा अभिनय किया है, असल मे यही ही जो हमे फिल्म मे जकड़ के रखता है। इस अपराधी को ऐसा सायको दिखाया है जिसको देख कर हमे गुस्सा भी आता है और मारने का भी मन करता है। विशाल जेठवा को छोड़ कर बाकी सब का अभिनय ठीक है।
शिवानी शिवाजी रॉय
बहुत हिरोगीरी नही दिखाई पर संवादोमे भावुकता, गुस्सा एवं , न्यूज़ चेनल पर पत्रकार से बात-चितके जरिये की युक्ति से  डिरक्टर ने शिवानी का मोनोलोग रखा है जिसमे उसने पुलिस और समाज पर सही कटाक्ष किया है
   कुछ पुलिसवाले मीडिया को पाल के रखते है। 
·       पुलिस ठाणे में भी सहकर्मचारी दुश्मन होते है और बाहर भी। 
·       महिला का उच्च पद से पुरुष कर्मचारी को हुक्म देना लोगो को कड़वा लगता है। 
·       क्रिमिनल लोग अमीर बनने से ज्यादा फेमस होना ज्यादा जरूरी समजते है।
·       महिलाओ को बराबरी तो ठीक अभी
सिर्फ हिस्सेदारी ही मिल जाए तो बहेतर है।

आभार वैदेहीमेम इस फिल्म के लिए जिससे मे हकीकत बनती रहती घटनाओ और सरकारी दफ़तरकी कार्यवाही एवं समाज के कटाक्ष पर कुछ लिख सका। 

कीकत... 


कई ऐसे सबंध मैंने देखे है जिसमे लड़की का ब्रेकप होता है वो भी और जो पति-पत्नी मे सबंध को लेकर जगड़ा चलता रहेता है ऐसे संबंधों मे कुछ लड़के होते है जो एसे मोके पर उसका लाभ लेने मे ज्यादा उत्सुक रहेते है।
पुलिस ठाणे मे FIR लिखने के बजाए भाषण मिलता है ऐसा करती है, ऐसा पहेनती है तो फिर ये तो होगा ही,
अगर सामने गुन्हेगार पैसे वाला या गुंडा या तो ऊपर तक पहेचान वाला हो तो फिर तो FIR की बदले आपकी सिर्फ सामान्य अर्जी ही ली जाएगी और वो भी बहोत परेशानी के बाद मनोबल तोड़ तोड़ कर। 
कार्यवाही शरू है, तपास जारी है, (पुलिस)
बस ऐसे ही सामान्य लोग हार जाते है थक जाते है।
 समय अब बदल रहा है, तकनीकी क्षेत्रो एवं इन्टरनेट के जरिये अब कई सारी घटनाए कम हो रही है या तो जल्द ही मदद मिल जाती है।


गुजरात मे 181 पर कॉल करने से और मदद मिलने वाले कई मोबाइल ऐप्लीकेशन है जिससे आप मदद भी मांग सकते है और सुरक्षित घर भी पहुँच सकते है ।

Be Brave and Fight for your Right