Menu

Friday 27 December 2019

એક મુલાકાત પાકિસ્તાનના બે બાળક સાથે


એક મુલાકાત પાકિસ્તાનના બે બાળકો સાથે



पंछी नदिया पवन के झोंके, कोई सरहद ना इन्हें रोके
सरहद इंसानों के लिए है
सोचो तुमने और मैंने क्या पाया इंसान होके ।


આ સરહદના સીમાડા મટી શકે ખરા ???

હા

થઈ શકે... સારું શિક્ષણ અને કલા ગમે ત્યાંથી શક્ય છે.


કાલે જ અરવિંદ અડીગાની નોવેલ "વ્હાઇટ ટાઇગર" સાથે અભ્યાસમાં ચર્ચાઓ કરવામાં આવી હતી. જૂના સમયમાં નેશનલ રોડ ની નજીક આવેલા ગામડાઓ ઝડપી વિકાસ કરતાં (વિચારોમાં પણ) જ્યારે અંદરખાને આવેલા ગામડાઓને વિકસતા વાર લાગતી.

પણ

હાલની વાત કરીએ તો ઈન્ટરનેટ થકી બધું જ શક્ય બની રહ્યું છે, ખૂણામાંથી ખૂણે ખૂણે સોશીયલ મીડિયા થકી બધું ઝડપે પહોંચી રહ્યું છે.




થોડા સમય પહેલા જ પાકિસ્તાનના ફૈસલાબાદ ની શાળામાં અભ્યાસ કરી રહેલા બે બાળકો આદમ અબ્બાસ અને નુમન હૈદરનો શાળામાં ગીત (मेरा ये भ्रम था, मेरे पास तुम हो) ગાય રહ્યા હોય તે વિડિયો વાયરલ થયો જે ખૂબ જ ઝડપી ટ્રેડિંગ માં આવી ગયેલ જે સોશીયલ મિડ્યાની શક્તિને સમર્થન કરે છે.


નુમન હૈદર અને આદમ અબ્બાસ  




કોની અતિ મહત્વની ભૂમિકા ???

સૈયદ સુલેમાન હૈદર સાહેબ દ્વારા શૂટ કરવામાં આવેલ વિડિયો સુપરહિટ સાબિત થઈને વાયરલ થયો તે શિક્ષકની સમય સાથે ની બદલાતી સિસ્ટમને સ્વીકારવાની સમજણ સાબિત કરે છે. કૌશલ્ય તો છે અને બાળકોના પિતાએ પણ તાલીમ આપી પણ તેને બહાર લાવવાની કળા અને પ્રસ્તુતિ માટેનું મંચ ક્યું શ્રેષ્ઠ રહેશે તે શિક્ષકે બાળકોને આપી જેના થકી તે હાલ લાઇમલાઇટમાં આવી ગયા છે.


શું ભારતની સારી વાતો પાકિસ્તાનમાં થતી હોય ?

અમુક લોકો એવું વિચારતા હોય કે પાકિસ્તાનમાં ભારતની વાતો ખરાબ જ થતી હશે પણ શાળામાં આ બાળકો ભારતના ગીત પણ ગાતા હોવાની વાત કરે છે. એનો મતલબ એ કે શાળામાંથી એમને ના નથી પાડવામાં આવતી કે ભારતના ગીતો ના ગાવા એટલે કે શીખવા માટે શ્રેષ્ઠ જે કઈ પણ અને જ્યાંથી પણ મળે તે આપવું જરૂરી છે. બાળકોનું પરિવાર એટલું શ્રીમંત નથી કે તેના માટે ગીત રેકોર્ડ કરવી શકે પણ જે કઈ થઈ શકે તેનાથી કેવી રીતે મદદ મેળવી અને આપી પણ શકાય તે શિક્ષકે સાબિત કર્યું. 


(ઇન્ટરવ્યૂ સમય : 13: 45 to 13:51)




આદમ અબ્બાસ (પિતાનું નામ- મહંમદ આઝમ)


આદમ અબ્બાસ 10 વર્ષનો છે અને બીજા ધોરણ માં અભ્યાસ કરી રહ્યો છે. મોટો થઈને સારો માણસ અને સિંગર બનવા માંગે છે.


નુમન હૈદર (પિતાનું નામ- મહમંદ ઝફર)

નુમન હૈદર ચાર વર્ષનો હતો ત્યારથી ગીતો સાંભળે છે અને તેમના પિતા તેમને ભૂલો દેખાડી શીખવે છે.

"बड़े हो कर आप बड़े बन सकते हो पर

आप छोटे हो कर भी बड़े बन सके हो।"

-नुमन हैदर

આ શબ્દો ઈન્ટરનેટ થકી સાર્થક થવા લાગ્યા છે.



શિક્ષક એટ્લે કે પબ્લિક ફિગર


(प्रलय और निर्माण जिनकी गोद मे पलते है)


આ બાળકોના પિતા એટલા સધ્ધર પરિવારમાંથી નથી પણ તેમની સાર સંભાળ સારી રીતે રાખે છે, તેના બાળકો પ્રવાસમાં હોય ત્યારે તેને અમુક વસ્તું ખાવાની ના પાડેલી તો તે જ્યારે ખાય ત્યારે તેના શિક્ષક તેને ટપલી મારીને અટકાવતા કે તારા પપ્પાએ આ ખાવાની ના પાડી છે.

શિક્ષક પણ સૈનિકની જેમ જ 24 કલ્લાક અને 365 દિવસ ડયૂટી પર હોય છે. ઘણી વાર એવું લાગે કે શિક્ષકની લાઇફ એ પ્રાઇવેટ નહીં પણ પબ્લિક ફિગર તરીકે વધુ જરૂરી હોય છે કેમ કે તેને જોઈને બાળકો તેમનું અનુકરણ કરતા હોય છે અને શું શીખવું અને શું બનવું તે ત્યાંથી જ તેમના માનસમાં અસર કરતું હોય છે. બાળકના આઇડલ વ્યક્તિત્વ કોણ છે તેના પર તેની પસંદ અને ભવિષ્ય ઓળખી શકાય.


મને યાદ છે 2 વર્ષ પહેલાં એક સમાચાર કરવા જતા સમયે મારા સાહેબ દેવેન્દ્ર ત્રિવેદીને મેં કોલ કરીને કહ્યું કે આપ્રકારના સમાચાર કરવા જાઉં છું તો શું અને કેવી રીતે કરું ?

તો તેમણે કહેલું કે: "તને શીખવાડ્યું છે તેની સાથે જે તને સૂઝ પડેને એ પ્રમાણે તું કામ કરજે". જે સ્ટોરી મે બનાવેલ તેના મિલિયન થી વધુ વ્યું થયા અને અનેક પેજ પર એ શેર કરવામાં આવી પછી તેનું મહત્વ સમજાયું અને આજે જ મે એ જોયું જેનો સ્ક્રીન શોટ અહીંયા મૂકું છું.




સોશીયલ મીડિયા એ તમને બધું આપી શકે

તમારે શું આપવું છે

અને શું લેવું છે ?

તે તમારા પર આધાર રાખે છે.



મને ગર્વ છે કે મેં દેવેન્દ્ર ત્રિવેદી, દિલિપ બારડ, મહેન્દ્રસિંહ પરમાર, શક્તિસિંહ અને મારા પપ્પા પાસે અભ્યાસ કર્યો છે. 

पंछी नदिया पवन के झोंकेकोई सरहद ना इन्हें रोके

सरहद इंसानों के लिए है

सोचो तुमने और मैंने क्या पाया इंसान होके ।


Refrence:
92 News (સુબહ એ નુર, સુબહ સર્વે)
City 41 માંથી મળતી વિગતો પ્રમાણે...
https://youtu.be/krpEafMRB-A
https://youtu.be/QMxs_oi1yac

4 comments: