ગાંધીજી અને ભાવનગર
અભ્યાસ
મહાત્મા ગાંધીજીએ શામળદાસ
કોલેજમાં 1888માં એક સત્ર અભ્યાસ કર્યો. સહાધ્યાયી તરીકે જનાર્દન વીરભદ્ર
પાઠકનું તે બાબતે સમર્થન છે. બીજા સહાધ્યાયી તરીકે પરમાણંદ ઠક્કરના પુત્ર કપિલ
ઠક્કર તે બાબતને ટેકો આપે છે.
રહેઠાણ
જશોનાથ મંદિર છે ત્યાં જૂના સમયમાં રહેણાક વિસ્તાર હતો જ્યાં વિદ્યાર્થીઓને રહેવા મળતું ત્યાં ઝવેરચંદ મેઘાણી પણ રહેતા તે પ્રમાણે ત્યાં ગાંધીજી એ સમયે ત્યાં રહેતા હોય તેવું માની શકાય.
મહેલમાં ફરતા ચીત્તા સાથેનો પ્રસંગ
ગાંધીજી 1988 ના
અભ્યાસકાળ બાદ 1915 માં ગોખલે મેમોરિયલ ફંડ માટે ભાવનગર આવેલા.તે પ્રભાશંકર
પટ્ટણીના સારા મિત્ર હતા તેથી ભાવનગર માટે ખાસ પ્રકારનો સદભાવ ધરાવતા. જ્યારે તે
ભાવસિંહજી ને મળવા નિલમબાગ પેલેસ ગયા ત્યારે ભાવસિંહજી એ ચિત્તા શિકારના શોખમાં
કેળવેલા કે જે મહેલમાં છુટ્ટા ફરતા. ગાંધીજી પ્રવેશ્યા ત્યારે ચિત્તાએ હુંકાર પણ
કરેલો પણ ગાંધીજી નીડર રહી ખંડમાં દાખલ થયેલા.
ભાવસિંહજીએ મહારાણી
નંદકુંવરબા ને ઓળખાણ આપી ત્યારે ગાંધીજીએ કહ્યું કે હું ભાવનગરમાં રાજકીય નેતા
તરીકે નહી પણ મારા ફઈના ઘરે આવ્યો છું.
વિશેષમાં તેમણે એમ પણ
કહેલુ કે
"હું તો દક્ષિણ
આફ્રિકામાં અહિંસા અહિંસા એમ ફૂટી રહ્યો હતો પરંતુ ભાવનગરના રાજવી ભાવસિંહજીએ તો
હિંસક ચિત્તાને અહિંસક કરી મુક્યા છે એ જોઈને મારી છાતી ગજ ગજ ફૂલે છે.હું આજે એક
નવો પાઠ શીખ્યો."
રાજપરિવાર સાથેના સબંધો
1925 ના જાન્યુઆરીના બીજા
અઠવાડિયામાં કાઠિયાવાડ રાજકીય પરિષદના પ્રમુખ તરીકે ગાંધીજી ભાવનગર આવેલા અને
અઠવાડિયું રોકાયેલા.
તે સમયે પ્રભાશંકર
પટ્ટણીએ બાળમહારાજ કૃષ્ણકુમારસિંહજીને ગાંધીજીને મળવા જવા માટે મુલાકાત ગોઠવી
ગાંધીજીને સમય પૂછ્યો તો ગાંધીજીએ કહ્યું કે હું શામળદાસ કોલેજ નો વિદ્યાર્થી હતો
એટલે ભાવનગરનો પ્રજાજન કહેવાઉં અને ભલે બાળક હોય પણ તે મહારાજ છે તે સામે ચાલીને
મળવા આવે તો તે નર્યો અવિવેક ગણાય એટલે હું મુલાકાતે આવીશ. ગાંધીજી જેવા મોટા
દેશનેતા તેમને સામે ચાલીને મળવા આવ્યા તે બાબત મહારાજ સાહેબને પણ સદૈવ સ્મરણમાં
યાદો બની ગઈ.
ગાંધીજી પાંચેક વખત
ભાવનગર માં આવેલા.
17 ડિસેમ્બર 1947 મહાત્મા
ગાંધીજીને રૂબરૂ મળી તેમના ચરણમાં રાજ્ય અર્પિત કર્યું.
સંદર્ભ
(પ્રજાવત્સલ રાજવી બુક જે
ગંભીરસિંહજી ગોહિલ દ્વારા લખાયેલી તેમાં
બાબતોનો ઉલ્લેખ)
No comments:
Post a Comment