#Article_15
1) શું નામ ભાઈ ?
2) કઈ જ્ઞાતિ ભાઈ..?樂(નામ પૂછ્યા પછીનો બીજો સવાલ)
1) શું નામ ભાઈ ?
2) કઈ જ્ઞાતિ ભાઈ..?樂(નામ પૂછ્યા પછીનો બીજો સવાલ)
પેહલા લોકો નામથી જ્ઞાતિ ઓળખવા મગજ કસાવી નાખે અને જો ના ભેગું થાય તો જાટકે પૂછી નાખે કઇ જ્ઞાતિ ભાઈ..? એતો ખરું કે સ્વાર્થ તો છે જ જ્ઞાતિ પૂછવા પાછળ.
સામાન્ય રીતે પહેલો સવાલ એ થાય કે આ ફિલ્મનું નામ આવું કેમ ? #Article_15
આપણને બધાને આ સમસ્યા વિશે બધી ખબર છે પણ કહેતા,,, લખતા,,,દેખાડતા
આપણે ડરીએ છીએ. સાચું સાચું બોલતી આ ફિલ્મ સારું થયું ચૂંટણી પછી આવી કેમ કે કોઈ સાચું કહે એ ક્યાં કોઈને સહન થાય છે ?
ફિલ્મમાં #પોલીસ,
#ડોકટર, #પત્રકાર, #નેતાઓ કેવી રીતે આવી ઘટનાઓ સાથે સંકળાયેલા હોય
છે તે "સારી અને સાચી" રીતે દર્શાવવામાં આવ્યું છે.
ઈમાનદાર Ips ઓફિસર અયાન રંજન (આયુષ્યમાન) જેનું પોસ્ટીંગ લાલગાઉં પોલીસ
સ્ટેશનમાં થાય છે. જેમ ભાવનગરમાં નવા મોટા સાહેબની એન્ટ્રી થાય અને એમની ખુશામત
માટે જેમ કેટલાક લોકો પહોંચી જાય એમ જ આ ફિલ્મમાં પણ કંઇક આમ જ થાય છે બસ ગામડું
હોવાથી બુકે નથી મળતું લાંબા સમય સુધી એને હાથ જોડીને વંદન કરતો પેલો કોન્ટ્રાકટર
ઘણી બધી હિંટ આપી જાય છે.
હત્યાની ઘટના બને ત્યારે સિસ્ટમ શું કરે તે
દર્શાવાયું છે
· #Fir ના થાય તેવા પૂરા પ્રયત્નો કરે.
·
#સામાન્ય_અરજી લખાવી કેસ રફેદફે થાય તે પ્રયત્નો કરાય.
·
#ડોક્ટરના_રિપોર્ટ કેવી રીતે બદલાય,,,
·
#પંચરોજકામમાં કેવી રીતે ખોટું થઈ શકે,,,
#પુરાવા_સિસ્ટમ કેવી રીતે નાશ કરી શકે તે દર્શાવ્યું.
#પુરાવા_સિસ્ટમ કેવી રીતે નાશ કરી શકે તે દર્શાવ્યું.
·
#પુરાવા_સિસ્ટમ કેવી રીતે નાશ કરી શકે તે દર્શાવ્યું.
આ ઘટનાઓ સહેજ પણ નવી નથી પરંતુ કોઈ છતી કરવા તૈયાર નથી
હોતું જે ફિલ્મમાં આ હકીકત પીરસવામાં આવી છે જે કેટલાયને ભાવતી પણ નથી.廊
ફિલ્મમાં બે કપલની સ્ટોરી ફિલ્મને વણતી જાય છે
अयान: तुम्हे एक हीरो चाहिए आदिती.
अदिति: "मुझे हीरो नहीं चाहिए अयान, बस ऐसे
लोग जो हीरो का वेईट ना करे".
બીજી તરફ ગોરાં અને નિષાદ બંને નિસહાય પોતાની જાત જોખમમાં
નાત-જાતના જંગલમાં લાકડાની તલવારથી લડી રહ્યા છે.
જુદા જુદા રાજકીય પક્ષોના ઉલ્લેખ કરી દેવાયો છે
જેમ કે #ફૂલ #હાથી #પંજો #મીણબત્તી આ
તમામ રાજકીય પક્ષો કેવી રીતે રાજ્યોમાં કામગીરી કરે છે તેના પર કટાક્ષ કરાયો છે #દિલ્હીમાં
#યસ_સર યસ
સરની જીહજુરી કરવી પડે
જો #નો_સરની વાત
આવે તો શું ના થાય તે કલ્પના કરવી અઘરી પડી જાય તેવું પણ આ ફિલ્મમાં અહેસાસ કરાવે
છે. આવી ઘટનાઓમાં ઉચ્ચ પોલીસની બદલી કરી દેવામાં આવે અને નાના કર્મચારીની હત્યા કરી દેવામાં આવે છે તે પણ એક
સત્ય છે જેના કારણે આવી ઘટનાઓ યથાવત ચાલી આવી રહી છે જેના મૂળમાં સડો બેઠો હોય તો
એ ક્યાં સુધી અસર કરી શકે તે આ ફિલ્મ કહી રહી છે.
ફિલ્મનું નામ સામાન્ય રીતે દરેક વ્યક્તિને તેના વિશે માહિતી
મળે ઉત્સુકતા વધે અને જાણે તેને વિશે તે હેતુસર રાખવામાં આવ્યું હોય શકે. વિશેષમાં
અંતે ફિલ્મનો પોતાનો એક કલર છે કશું જ ચકચકીત નહિ પણ નાત- જાતની ધૂંધળી ધુમ્મસમય
સવારો ભેદભાવનો ભાગ ભજવી રહી છે. એક એક સવાંદો ફિલ્મને ગુંથી રહ્યા છે. ધર્મ,નાત-જાત,લિંગ
ભેદભાવ અને ભાષા સહિત અનેક સમસ્યામાં ભારતવાસીઓ પીડાય રહ્યા છે ત્યારે કાયદા વગર
લોકો સમજીને આ ઊંચનીચના ભેદભાવ ભૂલી સમાનતાના હક સાથે જીવે તે જરૂરી છે.
#Tanishq #Mukesh_Jodhwani અંગ્રેજી
ભવનના વિદ્યાર્થીઓને આ ફિલ્મ દેખાડવા માટે આપનો ખુબ ખુબ આભાર.
Thank you so much Dilip sir and Mahendrasir Parmar
Thank you so much Dilip sir and Mahendrasir Parmar
No comments:
Post a Comment