Menu

Monday, 2 March 2020

Academic Workshop 2020


Academic Workshop 2020

વિષય: પરિક્ષા, સંશોધન પત્ર અને અસાઈમેન્ટમાં કેવી રીતે લખાણ કરવું તે અંગે અંગ્રેજી ભવનમાં કાર્યશાળા યોજાઈ.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલયના અંગ્રેજી ભવનમાં પરિક્ષા, સંશોધન પત્ર અને અસાઈમેન્ટનું લેખન કેવી રીતે કરવું તે અંગે કાર્યશાળા યોજાઈ જેમાં વિદ્યાર્થીઓએ શૈક્ષણિક અને સંશોધન લેખન વિશે માહિતી મેળવી છે.

યોગ્ય વાંચન અને ત્યાર બાદ લેખન કેમ કરવું તે અંગે ભવનના વડા ડૉ. દિલીપભાઈ બારડ દ્વારા માહિતી આપતા જણાવ્યું કે સંશોધન પત્રના લેખનમાં આપણે જે કંઈ આપીએ છીએ તે લેખકને રજૂ કરે છે.

સંશોધન પત્રમાં શું કામ તે વિષય પસંદ કર્યો?
શું કહેવા માંગે છો તમે ?

સંશોધન પત્રના આરંભમાં સંક્ષિપતમાં તમારી આ સંપૂર્ણ વિગતો આવી જવી જોઈએ જેનાથી વાચકની પકડ મેળવાતી હોય છે અને ગુણવત્તા પણ લેખકની અંકાતી હોય છે. સંશોધન પત્રમાં શરૂઆતથી કરેલી દલીલને અંત સુધી  જાળવવી અને મજબૂત કરવી જરૂરી બને જે તેના ઊંડાણ પૂર્વક અભ્યાસ થકી અને ત્યારબાદ ગહન વિચારથી શક્ય બને છે તો તમારી દલીલની રજૂઆત કેમ કરશો ? તે તમામ ધારણાઓ મેળવી યોગ્ય લાગે તેને લેખનમાં ટાંકો અને સાથે રાખી ઉદાહરણો અને વિભાવનાઓ થકી મજબૂત બનાવો.


જે તે વિભાવનાઓ જેમણે આપી હોય તો તે સંશોધન કરનાર જે કોઈ વ્યક્તિત્ત્વ હોય તેમના નામનો ઉલ્લેખ કરવો જરૂરી છે. તમારા સંશોધન પત્રમાં બીજા લેખકે એજ દલીલને અન્ય રીતે રજૂ કરી જેનો મતલબ અન્ય હોય તો તે અન્ય વધારે દલીલો પણ લખીને રજૂ કરી શકાય અને હા કોઈ પણ પેપર અથવા સંદર્ભ માટે કોઈ વિષયની પસંદગી કરો જેમાં લેખકના લખાણમાં તેની સાથે જો તમે સહમત છો તો કશું ખાસ નવું નથી તો તમે તેને આગળ પણ વધારી શકો પણ તમે તેની વિરુદ્ધ લખીને તેમની દલીલ તોડીને નવી દલીલ રજૂ કરવામાં સફળતા મળે તે વધુ સારી બાબત કહેવાય.

જવાબને જોડતા શબ્દો વાપરવા જોઈએ જે જવાબને સમજવા અને જોડી શકવા કામ લાગે. શબ્દોમાં 'નીપાત' આવતા હોય તે તમારા વાક્યને ભાર આપે છે સચોટતા અને મજબૂતી આપે છે કારણ કે તે અટકળ નહિ પણ તમારો એકમત આપે છે જે તે દલીલને વળગી રહેવા મદદગાર છે તો તેને ઓળખી લખવા જોઈએ. પરીક્ષાના લેખનમાં સારાંશ લખવાને બદલે પ્રશ્નને સમજીને માત્ર તેને અનુરૂપ લખાણ અને તેને લાગુ પડતી દલીલો લખવી જોઈએજેમના દ્વારા આપેલા વિચારોને તેમના નામ સાથે ઉલ્લેખ કરવો જોઈએ. તમે જે જવાબ આપી રહ્યા છો તે દલીલને વળગી રહો.

આફ્રિકા થી પી.એચડી. સંશોધન માટે આવેલ ક્લેમેન્ટ નદોરીચિમ્પા એ સંશોધનાત્મક લેખ માં તાર્કિક દલીલ કરવા અંગે માર્ગદર્શન  આપેલ હતું. તે ઉપરાંત ડો. હિનાબા ઝાલા અને વૈદેહી હરિયાણીએ પણ વિદ્યાર્થીઓની ઉત્તરવહીમાં  થતી સામાન્ય ભૂલો તરફ ધ્યાન દોરી પરીક્ષામાં જવાબો સુખડ અને સ્વચ્છ લખવા અંગે સૂચનો કર્યા હતા અને સાથે જાણકારી પૂરી પાડતા આલેખ પણ જવાબને સમજવા મદદગાર થતા હોય તે પણ જરૂર પ્રમાણે દોરવા જોઈએ. આ કાર્યશાળામાં વિદ્યાર્થીઓએ પરીક્ષાલક્ષી અને સંશોધનલક્ષી માહિતી મેળવી છે જે આગળ સંશોધન સમયે કામમાં શ્રેષ્ઠતા આપવા મદદનીય સાબિત થશે.

No comments:

Post a Comment