Menu

Friday, 6 March 2020

કેવી રીતે ઇન્ટરવ્યુ આપશો?




       આમ તો ઇન્ટરવ્યૂ કેમ ફેસ કરવા તેની કોઈ એક વ્યાખ્યા કે ગણિત ના હોય પણ કેટલીક વસ્તુઓ જે ધ્યાનમાં રાખી શકાય. અભ્યાસ બાદ નોકરીની મેળવવા માટે સૌથી પહેલી મહત્વની વસ્તુ તમારું રીજ્યુમ તમે કેવું બનાવો છો.




CV



CV બનાવતી વખતે બીજાના CVની કોપી ના કરો અને તે તમારી લાયકાત પ્રમાણે અને નોકરીની જરૂરિયાત પ્રમાણે બનાવો તેમાં જરૂરિયાત વગરના શબ્દો ના લખો સ્પષ્ટતા પૂર્વક વિગતો લખો.સરખી રીતે શબ્દોની પસંદગી કરી ગોઠવણી કરો અને ભૂલો વગરનું લખાણ રાખો.



ઇન્ટરવ્યૂ કેવી રીતે ફેસ કરવા તેની કેટલીક ટિપ્સ.
શું કરવું? 

(
પોતાનું જાતે એનાલીસિસ કરીને આ જવાબ જાણી લો)
તમે શું છો?
તમારી આવડત શું છે?
તમારા પસંદગીના કામ શું છે?
તમારી શૈક્ષણિક લાયકાત કેટલી છે?
સામે વાળી વ્યક્તિ શું કામ 'તમને' નોકરી આપે?
તમારામાં એવી કઈ એવી આવડત છે જે તમને બીજાથી અલગ કરે છે?
તમારા નબળા પોઇન્ટ સીધા ના કહો તેને સુધારવા તમે શું કરો તે સાથે જણાવો.
શોખના વિષયની વાતમાં તેના વિશે વધુ પ્રશ્નો પૂછી શકે.
જવાબ ના આવડે તો ગભરાવો નહીં અહીંયા વિશ્વાસ અને દઢતા કેવી છે તે મપાતી હોય છે અને આઈ કોન્ટેક્ટ ખૂબ મહત્વનો છે.
તમારા કામકાજ અને જવાબદારી કઈ હશે તે જાણો.
પગાર બાબતે પૂછવામાં આવે તો તમારી આવડત પ્રમાણેનું વળતર મળે તે કહેવામાં ખચકાવું ના જોઈએ.


શું ના કરવું? 

X
એક્સ્ટ્રા સ્માર્ટ બનીને ઉતાવળા ના થવું.
X
જાણવા છતાં ઝડપી જવાબ ના આપો.
X
આજુબાજુ,પાછળ જોયા ના કરો તેનાથી નર્વસનેસ વધે.
X
પહેલાની નોકરી વિશે બોસ કે કર્મચારીની બુરાઈ ના કરો.
X
આવડત ના હોય તે અને શોખના વિષયો ખોટા ના કહો.
X
પોતાના અંગત ભવિષ્યના પ્લાન વિશે ચર્ચા ના કરો.
X
ઇમ્પ્રેસ કરવા માટે ગમે તે વસ્તુ જાણતા હોય તેવો ડોળ ના કરો એટલે કે બધી હા માં હા ના કહે જાઓ

ઇન્ટરવ્યુના પ્રકાર

1)
સ્ટ્રકચર્ડ ઇન્ટરવ્યુ
૨) નોન સ્ટ્રકચર્ડ ઇન્ટરવ્યુ
૩) પેનલ ઇન્ટરવ્યુ
આ ત્રણ પ્રકારે ઇન્ટરવ્યૂ લેવાતા હોય છે

બોડી લેન્ગવેજ 

-
લોકોના મનમાં પહેલી છાપ ઉપસાવે છે તમારી બોડી લેન્ગવેજ.લોકોનું ધ્યાન તમે તમારી બોડી લેન્ગવેજથી ખેંચી શકો છો.ચાલવું,ઊભા રહેવું,બેસવું લોકો સાથે હાથ મેળવવો આવી નાની નાની વાતો પણ બહુ મોટી છાપ ઉપસાવતી હોય છે.
-
ઇન્ટરવ્યૂ રૂમમાં પ્રવેશ કરતાની સાથે તમારુ પગ ઢસર્ડ્યા વગર શાંતિથી ચાલવું,ફાઈલનું યોગ્ય રીતે પકડવું, બેસતા પૂર્વ સંમતિ લેવી તે સારી છાપ ઉપસાવે છે અને બેસવાની પદ્ધતિ પણ યોગ્ય હોવી જોઈએ જેનાથી તમારી શિષ્ટતા દેખાઈ આવે છે.

ભાષા

-
જો તમને બોલવા માટે ભાષાની પસંદગી પૂછવામાં આવે તો જે ભાષામાં વધુ અનુકૂળતા હોય તેમાં બોલવું હિતાવહ છે.
-
સીધી વાત કરું તો ઇંગ્લિશમાં બોલવામાં તકલીફ પડતી હોય તો પણ કેટલીક પ્રાથમિક વાતચીત કરી શકો તેટલી પકડ મેળવી લેવી જોઈએ.

No comments:

Post a Comment