અજ્ઞાતવાસ
એક આનંદવાસ !?
એક એવી ઓળખ પણ 'છુપી' જેને એક સ્ત્રી અને પાંચ પુરુષ પાત્ર એ ભૂતકાળમાં ભજવી. ઘણા લોકો તેના જેવી જ હજુય ભજવી રહ્યા છે અને કદાચ
ભજવતા પણ રહેશે.
એ લોકો બોલ્યા તો ખોટું
જ ને....???
આપડી જેમ...
આપડી જેમ...
અજાણી જગ્યાએ
જઈને જે જીવી શકાય તે હંમેશા બેધડક અને બિન્દાસ હોય છે, જ્યાં કોઈની
દરકાર કે પસંદ નાપસંદ જોવી ના પડે. મન ફાવે તે કરવાની મજા અહીંયા છે, જ્યાં કોઈ
કહેવા વાળું, રોકવા વાળું કે અટકાવવા વાળું નથી ત્યાં જીવવાનો આનંદ અનોખો હોય છે અને આ અહેસાસ કાશીના ઘાટે કરાવ્યો છે મને. હવે મુખ્ય વાત કરું જેની વાત કરવા માંગુ છે તે.
'સેરંદ્રી' મુળવાત
છે મહાભારતના એક ભાગની જેમાં પાંચેય ભાઈઓ અને એની પત્નીએ એક જીંદગી શર્ત પ્રમાણે
જીવી જેને કંઇક પોતાની પસંદ પ્રમાણે કામ કરીને પોતાના શોખને જીવવા કદાચ તેઓ ઈચ્છી
રહ્યા હોય. વિરાટ રાજાના રાજ્યમાં પાંડવોએ ગાળેલો અજ્ઞાતવાસ જેના વિશે વિચારો રજૂ
કરું છું જે ફક્ત કલ્પના છે.
યુધિષ્ઠિર (કંક)
એક હારના ભાર
સાથે જીવતું વ્યક્તિ જે રાજા સાથે બેસીને
જુગટુ રમે છે જે શીખવે છે અને શીખે
પણ છે. હંમેશા જે કારણથી મુશ્કેલી આવે તે ઘા ને રૂજવવા તે શીખવું જરૂરી હોય છે
કદાચ તે આ ભાર હળવો કરી રહ્યા હશે...
ભીમ (બલ્લવ)
હું અવનવી રસોઈ
બનાવી જાણું છું અને મલ્લયુદ્ધ મારો બરબરીયો કોઈ ના થઈ શકે. ભીમે રસોઈયા બનીને
રસોઈ બનાવી બનાવીને રસોડાને ખાલી કરી પેટ ભરીને મજા લીધી હોય અને પોતાનું બળ
મલ્લયુદ્ધમાં કાઢીને મેદાનમાં માણસોના હાડકા ખોખરા કરીને શક્તિ પ્રદર્શન કર્યું
હશે.
અર્જુન
(બ્રુહન્નલા)
હું નપુસંક છું
પણ નૃત્યમાં નિપુણ અને ગાયનમાં કુશળ છું અને શીખવી પણ શકું તેમ કહીને રાજાની દીકરી
ઉત્તરાના શિક્ષક તરીકે રહ્યા. નાનપણથી તીરકામઠાં લઈને બસ બહાદુરી અને પરાક્રમો
દેખાડવામાં મનોરંજનને ચૂક્યા હશે એટલે નૃત્ય શીખવનાર તરીકે રહીને નૃત્યને મહત્વ
આપ્યું અને તેમણે મનોરંજનની મજા લીધી હશે.
નકુલ (ગ્રંથીક)
હું ઘોડાની જાત
ઓળખી શકું અને ખોડવાળા ને પારખી શકું ઔષધી જાણું છું અને ઘોડા અને ઘોડીને શ્રેષ્ઠ
રીતે કેળવી જાણું છું. અશ્વો સાથે રહીને પોતાની અશ્વસવારીના શોખ પૂરા કર્યા હશે.
સહદેવ (તંતુપાલ)
તેણે કહ્યું ગાયો નો
વધારો કેમ કરવો,તેને થતા રોગના
ઉપાયો તે જાણે છે તેમ કહીને રાજાને પોતાની વાતમાં મનાવ્યા. ગાય કે જેનું આમ તો
ધાર્મિક મૂલ્ય તો ખરું જ પણ ધન પણ એજ તો હતું એટલે સહદેવ ગૌશાળામાં રહીને ગૌસેવા
કરીને ઘણું બધું શીખ્યા હશે.
દ્રોપદી,સેરંધ્રી, (માલિની)
રાણી બનીને રહેલી એક
સ્ત્રી જેણે કદાચ ક્યારેય કોઈ કામ નહિ કર્યું હોય. તે સારો અંબોડો બાંધી જાણે છે, ફૂલોની માળા અને
અંગરાગ માટે ચંદન ઘસી જાણે છે આમ અમુક શર્તો સાથે તે રાણી સુદેષણા સાથે રહી તેની
સેવા કરે છે. કદાચ ઘરસંસારના કામ કેવા હોય તેનો અનુભવ લેવાનો મોકો મળ્યો. એક
સ્ત્રી સેવા કરીને જે કંઈ શીખતી હોય કેવી રીતે શૃંગાર કરાઈ, ઘરમાં શુશોભન
કેવી રીતે કરાઈ તે કરવાની તક તેને મેળવવી ગમી હોય.
કદાચ જ્યાં કોઈ જાણ પિછાણ ન હોય ત્યાં જીંદગી કંઇક અલગ રીતે જીવી શકાય અને જે કરો તે અને જેમાં શરમ પણ ન લાગે. જે ગમે તે કરી શકવાની આઝાદી અજાણ્યા હોઈએ ત્યાં સુધી મળે અને તેને માણવાની પણ મજા આવે. બસ કંઇક આવું આ લોકોએ પણ માણ્યું હોય.
કદાચ જ્યાં કોઈ જાણ પિછાણ ન હોય ત્યાં જીંદગી કંઇક અલગ રીતે જીવી શકાય અને જે કરો તે અને જેમાં શરમ પણ ન લાગે. જે ગમે તે કરી શકવાની આઝાદી અજાણ્યા હોઈએ ત્યાં સુધી મળે અને તેને માણવાની પણ મજા આવે. બસ કંઇક આવું આ લોકોએ પણ માણ્યું હોય.
વિચારો આવશે એટલે કલ્પના નોંધતો જઈશ...
No comments:
Post a Comment